ગોધરા: શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા મહિલા પર હિચકારો હુમલો, ચાર સામે ગુનો દાખલ.
ગોધરા શહેરના સિંગલ ફળીયા વિસ્તારમાં ઉછીના પૈસા પરત માંગતા મહિલા પર ચાર શખ્સોએ હુમલો કર્યો. ફાતેમા શોએબ ભોયુએ પોતાના નાણાંની માંગણી કરતા સુમૈયા, શહેનાજ, મહેજબીન અને મુજફ્ફર ટપલાએ ઉશ્કેરાઈને અપશબ્દો બોલ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારપીટ કરી. ઘટનાને પગલે ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવતા ગોધરા બી-ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.