થરાદ: થરાદ પોલીસે બોલેરોમાંથી 2.852 કિલો અફીણ ઝડપ્યું
થરાદ પોલીસે એક બોલેરો ગાડીમાંથી 2 કિલો 852 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા અફીણની બજાર કિંમત 71,300 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે અફીણ ઉપરાંત ખાલી પ્લાસ્ટિકની થેલીઓ, એક કાપડની થેલી,અને બોલેરો ગાડી પણ જપ્ત કરી છે.કુલ મળીને 5,76,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.