થરાદ: થરાદ ખાતે ચાચર ચોક પોલીસ સ્ટેશન તેમજ અંબિકા નગરમાં ગરબાની જામી રમઝટ
થરાદ ખાતે નોરતે ચાચર ચોક અને અંબિકા નગરમાં ગરબાની ભવ્ય રમઝટ જામી હતી. પરંપરાગત રીતે યોજાતા આ ગરબામાં મોટી સંખ્યામાં ભક્તો અને ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. થરાદનો જુનો ચાચર ચોક ગામ ગરબો બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાનો નંબર વન ગરબો બન્યો છે. આઠમના નોરતે ૮૦૦ મીટરની લંબાઈમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબે રમઝટ બોલાવી હતી. એક રાઉન્ડ પૂર્ણ કરવામાં એક કલાકથી પણ વધુ સમય લાગતો હતો.