થરાદ: થરાદના ફાયર ઓફિસર, તરવૈયાનું સન્માન
થરાદના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ થરાદ Dy.SP કચેરી ખાતે યોજાયેલા લોક દરબારમાં તેમને પ્રશંસાપત્ર એનાયત કર્યા હતા.ફાયર ઓફિસર વિરમજી રાઠોડ છેલ્લા આઠ વર્ષથી થરાદ નગરપાલિકામાં ફરજ બજાવે છે.