બ્રિટિશ શાસન સમય પહેલાંથી જ અહીં હોલિકા દહનની વિધિ ઉજવાતી આવી છે. આ વર્ષે પણ સરદાર ચોક ખાતે વિધિવત પૂજા-અર્ચના અને મંત્રોચ્ચાર સાથે પંડિતશ્રી દ્વારા હોલિકા પ્રગટાવવામાં આવી હતી. પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વયોવૃદ્ધ પ્રવિણચંદ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી આ પરંપરા અખંડિત રીતે ચાલી આવી છે. ત્યારે ગામમાં પટેલ રાજ ચાલતું હતું અને ગામના મુખી પટેલ હોલિકા પ્રગટાવતા હતા. આ પરંપરા આજે પણ યથાવત્ જાળવી રા