રાજકોટ પૂર્વ: ઝેરી દવા પી લેનાર યુવકનું મોત નીપજ્યું
શહેરમાં ફરી વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે હિતેષગીરી નામના ત્રીસ વર્ષીય યુવકે ખોખડદળ નદી નજીકના પુલ નજીક ઝેરી દવા પી લીધી હતી.આથી સારવાર અર્થે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ક્યાં ગઈકાલે રાત્રે 10:45 વાગ્યા ની આસપાસ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ વિશે વધુ તપાસ હાથ ધરી હતી.