આજે સાંજે છ વાગ્યાની આસપાસ વરસેલા વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. માત્ર એકાદ ઈચ વરસેલા વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જેમાં શહેરના નાના માવા રોડ પાસે આવેલ બીઆરટીએસ રૂટમાં ગોઠણ સમા પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.