જામનગર: જામનગરમાં કમિશનરનું સરપ્રાઈઝ ચેકિંગ: સફાઈ મુદ્દે તંત્રની કડક ચેતવણી
જામનગર મનપા કમિશનર દીપેશ કેડિયાએ વોર્ડ નં. 16માં સરપ્રાઈઝ ચેકિંગ કરી સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. જાહેરમાં કચરો ફેંકનારાઓ અને નિયમ ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. કચરો અને કાટમાળ દૂર કરવા તથા નાગરિકોની રજૂઆતોના નિકાલ માટે સૂચના અપાઈ છે.