બાઈક ચાલકની ટક્કરે બાળકીનો જી*વ ગયો
વડોદરામાં માણેજા ક્રોસિંગથી જાંબુવા તરફ જતા મુખ્ય માર્ગ પર પૂરઝડપે દોડતી બાઈકના ચાલકે એક મહિલા અને બે બાળકીઓને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતા એક નાની બાળકીને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃ*ત જાહેર કરી હતી. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
#factfindernews #Accident #dead #trafficepolice #manejavadodara