વિજાપુર વાલ્મિકી સમાજ સફાઈ કામદારો એ શહેરમાં સફાઈ કામગીરી દરમ્યાન કામદારો સાથે થતા ગંભીર વ્યવહાર અને અપમાન જનક બનાવ ને લઈ સફાઈ કામદારો પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. ગત 15 તારીખે સફાઈ કામદાર ના મુખ્ય કર્મી સુપર વાઇઝર ની સાથે થયેલ અપશબ્દો ભરી વાણી મકરાણી દરવાજા પાસે રહીશ દ્વારા બોલવા માં આવતા એટ્રોસિટી ની ફરીયાદ પણ થઈ છે. હાલ સફાઈ કામદારો અસુરક્ષા ને લઈ હડતાળ ઉપર ઉતરી મામલતદાર સમક્ષ આજરોજ શુક્રવારે બપોરે એક વાગે આવેદન પત્ર આપી રજુઆત કરી હતી