ભુજ: લોરિયા નજીક ટ્રેઈલરની અડફેટે રાજસ્થાનના યુવાનનું કરૂણ મોત
Bhuj, Kutch | Apr 11, 2026 લોરિયા નજીક ટ્રેઈલરની અડફેટે રાજસ્થાનના યુવાનનું કરૂણ મોત ભુજ-હાજીપીર માર્ગ પર લોરિયા ચેકપોસ્ટ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાજીપીરથી ભુજ તરફ બોલેરો કેમ્પરમાં આવી રહેલા ૨૦ વર્ષીય રાજસ્થાની યુવાન દિનમામદ બલોચને ટ્રેઈલરે જોરદાર ટક્કર મારી હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં યુવાનનું મોત નીપજ્યું હતું. માધાપર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.