લખનૌ અગ્નિકાંડ બાદ મનપાના ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા શીલજની જાણીતી આનંદનિકેતન સ્કૂલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અકસ્માતની ઘટનાઓ બાદ જાગેલા તંત્રએ સ્કૂલમાં ફાયર સેફ્ટીના સાધનો અને સુવિધાઓની ઝીણવટભરી તપાસ કરી, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.