ડભોઇ તાલુકાના મોટા હબીપુરામાં આવેલી નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 31 ડિસેમ્બર 2025ના રોજ ‘પારિવારિક દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ હરિભાઈ કાતરિયા અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મિતાબેનની વિશેષ હાજરી રહી. પરિવાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીયતા વધારવાનો હેતુ રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતો અને આનંદ મેળાનું આયોજન થયું.