ભુજ: કંઢેરાઇની વાડીમાં ખારેક ઉતારતા યુવાનને વીજશોક ભરખી ગયો
Bhuj, Kutch | Jul 12, 2026 ભુજ તાલુકા ના કંઠેરાઇમાં રહેતા મહેશભાઇ મારવાડી આજે સવાર ના અરસામાં કંઠેરાઇની વાડીમાં ખારેક ઉતારતો હતો ત્યારે જોરદાર વીજળીનો કરંટ લાગતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવાઇ છે. બનાવ અંગે પદ્ધર પોલીસને જાણ કરાઇ છે.