ઉસ્માનપુરા ખાતે ચાંપાનેર સોસાયટી પાસે આવેલા મંદિર નજીક રહેતા વ્યકતિ વિરુદ્ધ પોક્સોનો ગુનો નોંધાયેલો છે. ફરિયાદને લઈ તેઓ પોતાની દીકરી સાથે ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં મુદત માટે ગયા હતા. જ્યાં વ્યંઢળોએ લાફો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. જે અંગે કારંજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી