દાહોદ જિલ્લાના સિંગવડના સરજુમીમાં દીપડો મકાનમાં ઘૂસ્યો:4 બકરાંનું મારણ કર્યું, મહિલા અને કિશોરી પર જીવલેણ હુમલો; ગ્રામજનોમાં ભય
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સરજુમી ગામમાં દીપડાના હુમલાની ઘટના બની છે. વહેલી સવારે એક દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. તેણે ચાર બકરાં મારી નાખ્યા. ત્યારબાદ દીપડાએ બહાર નીકળીને બે અલગ-અલગ જગ્યાએ એક મહિલા અને 15 વર્ષની કિશોરી પર હુમલો કર્યો. આ હુમલામાં બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં ડરનો માહોલ છે.
આ ઘટના સરજુમી રેન્જ વિભાગના સરજુમી જંગલ પાસે આવેલા પટેલ ફળિયામાં બની હતી. અહીં ભીમાભાઈ રૂપસિંહભાઈ ડીંડોડના ઘરમાં વહેલી સવારે દીપડો ઘૂસી આવ્યો. દીપડાએ ઘરમાં બાંધેલા ચાર બકરાં પર હુમલો કરી તેમને મારી નાખ્યા. એક બકરાને તો તે લગભગ 100 મીટર દૂર સુધી ઘસડી ગયો હતો અને તેને ફાડી ખાધો. સવારે લોકોની અવરજવર શરૂ થતાં આ ઘટનાની જાણ થઈ. આ પછી, 22
Dohad, Dahod | Sep 11, 2026