ગોધરા: ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી રબ્બાની મહોલ્લા વિસ્તારમાંથી ઝડપાયો
ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસના 2025ના રાયોટીંગ કેસમાં વોન્ટેડ આરોપી ઇરફાન ઉર્ફે અલ્લારખા મુસા મીઠાને SOG પોલીસે ઝડપી પાડ્યો. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ PI એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમે કાર્યવાહી કરી. ASI શંકરસિંહ સજ્જનસિંહને મળેલી બાતમીના આધારે રબ્બાની મહોલ્લા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી લાંબા સમયથી ફરાર હતો. ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે ગોધરા ટાઉન બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ