ડીસાના દામા નજીક રોડ ક્રોસ કરીને ઘેર જતા યુવાનનું કારની ટક્કરે મોત, ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી....!
Deesa City, Banas Kantha | Nov 5, 2025
ડીસાના દામા ગામ નજીક થરાદ તરફ જતી કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી રોડ ક્રોસ કરતા યુવાનને ટક્કર મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જેને સારવાર માટે પહેલ ડીસા અને બાદમાં વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. થરાદ તરફ જતી કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી ટક્કર મારી હતી. ડીસાસિવિલ બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો, મૃતકના ભાઈએ કાર ચાલક વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી