વિજાપુર બારએસોસિએશનની વર્ષ ૨૦૨૫–૨૬ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.પ્રમુખપદ માટે ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતો. ચૂંટણી અધિકારી રાજેશ જી.પટેલ તેમજ તુલેશભાઈ વૈદ્યની ઉપસ્થિતિમાં કુલ ૧૦૯ મતદારોમાંથી ૯૯ મતદારોએ મતદાન કર્યું હતું.પ્રમુખપદમાટે કૃણાલ બારોટ,રતનભાઈદેસાઈ,અમૃતભાઈપટેલ તેમજ એ.સી.ગોસ્વામીએ ઉમેદવારી નોંધાવી હતી.કુલ ૯૯ મતોમાંથી સૌથીવધુ ૪૯ મત પ્રાપ્ત કરતાં કૃણાલ બારોટને પ્રમુખ તરીકે આજરોજ શુક્રવારે સાંજે ચાર કલાકે વિજયી જાહેર થયા હતા.