દાહોદના મંડાવાવ રોડ સ્થિત શ્રીરામશરણમ્ સત્સંગ ભવન ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુરુચરણે શીશ નમાવવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વહેલી સવારથી જ સાધકો અને ભાવિક ભક્તોનું મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.