30 જુલાઈએ દાહોદ ખાતે જિલ્લા સ્તરીય TEJAS ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપ યોજાશે
જિલ્લા સ્તરે ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે TEJAS (Transforming Entrepreneurial Journeys Across States & Districts) પહેલ અંતર્ગત તા. 30 જુલાઈ, 2026ના રોજ દાહોદ ખાતે જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શ્રીવન રિસોર્ટ, પી.એચ.સી. સેન્ટર નજીક, નગરાળા, દાહોદ ખાતે યોજાશે.
આ વર્કશોપનું સંયુક્ત આયોજન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), દાહોદ, સ્ટાર્ટઅપ એસોસિએશન, ગુજરાત સરકાર તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયા (DPIIT), ભારત સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ લાવવાનો, નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી તંત્રને એક જ મંચ પર લાવવાનો છે.
વર્કશોપ દરમિયાન ગુજરાતના સ્ટાર�
Dohad, Dahod | Jul 29, 2026