રાજકોટ પૂર્વ: સર્વેશ્વર ચોકના વોકળાનું કામ ચોમાસા પછી શરૂ થશે
રાજકોટના સર્વેશ્વર ચોકમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. આ બાદ મનપાએ અહીં નવો વોકળો બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે આજે સાંજે 5:00 વાગ્યે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીન ઠાકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે ₹3.20 કરોડના ખર્ચે તૈયાર થનાર આ આધુનિક વોકળાની કામગીરી ચોમાસા પછી શરૂ કરવામાં આવશે.