કાલોલ: કાલોલના સણસોલીમાં ડીજે રસ્તા ઉપર થી ખસેડવાની અદાવતમાં હુમલો અને પથ્થરમારો: ચાર સામે ફરિયાદ
કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પર વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર લાકડી વડે હુમલો કર્યા બાદ મોડી સાંજે તેના ઘરે જઈ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.ફરિયાદી મનોજકુમાર સોમસિંહ રાઠોડ, જેઓ ખેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ આ વિવાદ સવારના સમયે શરૂ થયો હતો. મનોજકુમાર પોતાની બીમાર પુત્રીને જોવા કંપનીથી ઘરે પરત