દેવગઢબારીયામાં ACBનો સપાટો: દારૂનો કેસ પતાવવા ₹૫૦ હજારની લાંચ લેતા આંકલીના સરપંચ રમેશ બારીયા રંગેહાથ ઝડપાયા
પોલીસના નામે વચેટીયા બની તોડ કરવાનું સરપંચને ભારે પડ્યું: ગોધરા ACBની ટીમે તાલુકા પંચાયત સામે જ ગોઠવ્યું સફળ છટકું
દેવગઢબારીયા, ૮ જુલાઈ:
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં લાંચ રૂશ્વંત વિરોધી બ્યુરો (ACB) એ એક મોટી કાર્યવાહી કરીને આંકલી ગામના સરપંચ રમેશભાઇ ભીખાભાઇ બારીયા (ઉ.વ. ૪૮) ને પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેતરમાંથી પકડાયેલા ઇંગ્લીશ દારૂના કેસમાં પોલીસ કેસની પતાવટ કરાવી આપવાના બહાને સરપંચ વચેટીયા તરીકે લાંચની રકમ સ્વીકારતા જ ACBના સકંજામાં આવી ગયા હતા.
શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો મુજબ, આ કામના ફરિયાદીના ખેતરમાંથી આજથી આશરે પંદરેક દિવસ પહેલા પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂ પકડવામાં આવ્યો હતો. દારૂ પકડાયો તે સમયે ફરિયાદી ઘરે હાજર ન હતા. આ બાબતનો ફાયદો ઉઠાવી આંકલી ગામ�
Dohad, Dahod | Jul 8, 2026