વિજાપુર તાલુકાના બીલિયા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ખાતરી યોજના (મનરેગા) હેઠળ થયેલા ગંભીર ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના મામલે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે. ગામના અગ્રણી દશરથભાઈ પટેલ, પ્રકાશગીરી, પંકજભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા નાયબ મામલતદાર અનિલભાઈ પટેલને આવેદનપત્ર સોપી સમગ્ર કૌભાંડની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની આજરોજ સોમવારે બપોરે એક કલાકે આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી છે.