ગોધરા: પંચમહાલ-મહીસાગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સરકારી ગાડી બંધ
પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ૩૫ લાખથી વધુ નાગરિકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે, તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પોતે જ હાલ સરકારી વિસંગતતાઓનો ભોગ બન્યો છે. વિભાગને ફાળવવામાં આવેલી એકમાત્ર સરકારી ગાડી પાછલા એક મહિનાથી પણ વધુ સમયથી જિલ્લા સેવા સદન સંકુલના પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી છે. સરકારી નિયમો અને RTOના કાયદા મુજબ વાહનની ૧૫ વર્ષની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાથી આ ગાડીનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં નવરાત્રીન