પોરબંદર: પોરબંદરમાં ૯૦ કિલો અખાદ્ય ફળોનો નાશ, ૧૧ વેપારીઓને દંડ
પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ૯૦ કિલો અખાદ્ય ફળોનો જથ્થો જપ્ત કરી નાશ કર્યો છે. સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ૧૧ વેપારીઓ પાસેથી રૂ. ૨,૨૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.