ખંભાત: પીપળોઇ ગામે રહેતી 22 વર્ષીય પરિણીતા રહસ્યમય રીતે ગુમ થઈ.
Khambhat, Anand | Oct 12, 2025 ખંભાત તાલુકા પીપળોઇ ગામના અલકાપુરી વિસ્તારમાં રહેતી અને 22 વર્ષની ઉંમર ધરાવતી દીપિકાબેન શૈલેષભાઈ પટેલ ઘરેથી કોઈને કાંઈ પણ કહ્યા વિના નીકળીને ક્યાંક ગુમ થઈ જવા પામી છે.જેની શોધખોળ કરવા છતાંય તેણીનો કોઈ અતો પતો લાગ્યો નથી.જેથી પરિવારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.