મહેસાણા શહેર: મહેસાણા: UPI ચાર્જના વિરોધમાં વેપારીઓએ QR કોડ ઢાંક્યા
Mahesana City, Mahesana | Oct 3, 2026
UPIના નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટના નિયમો સામે મહેસાણાના વેપારીઓનો વિરોધ. 15 ઓક્ટોબરથી લાગુ થનારા નિયમો સામે વેપારીઓએ દુકાનોમાં QR કોડ કાળા કપડાથી ઢાંકી દીધા અથવા નીચે મૂકી દીધા. જો નિર્ણય પાછો નહીં ખેંચાય તો 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ બંધ કરવાની ચીમકી આપી છે.