સાવરકુંડલા: સાવરકુંડલા ચોરીના કેસમાં ૩ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં ૩ વર્ષથી નાસતા ફરતા આરોપી અયુબ નૂરદીન ઉર્ફે નુરખાન કલરને અમરેલી એલસીબી ટીમે રાજસ્થાનના ફલોદીથી પકડી પાડ્યો છે. આરોપીને વધુ કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપાયો છે.