ઉતરાયણ નો પર્વ હવે નજીક આવી રહ્યો છે.ત્યારે કેટલાક ગામોમાં મૂંગા પશુ પક્ષીઓ માટે ચણ અને લાડું બનાવવામાં આવે છે.ઉતરાયણ પર્વ દાન અને પુણ્યનું આગવું મહત્વ ધરાવતો તહેવાર છે.કડી તાલુકાના ડરણ ગામે રહેતા અને છેલ્લા 4 વર્ષથી મૂંગા પશુ પક્ષીઓને અવિરત સેવા કરતા મનુજી ઠાકોર દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ઉતરાયણનાં પર્વ પહેલા કુતરાઓ માટે લાડુ બનાવી ડરણ સહિત આજુબાજુનાં ગામમાં જઈ લાડુનું વિતરણ કર્યું હતું.આ વર્ષે પણ તેમણે 80 કિલો ઘઉંના લોટ ના લાડવા બનાવ્યા હતા.