કાલોલ: પાલિકાના પેન્શનરોને પેન્શન અને મોંઘવારી ભથ્થાના નાણાં નહીં ચૂકવાતા MLA ને ઉગ્ર રજૂઆત,જયેશભાઇ પંડ્યાએ આપી પ્રતિક્રિયા
આજરોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ પાલિકાના વિવિધ ક્ષેત્રોની સમિતિની રચના કરવા માટે પાલિકાની સભા મળી હતી. આ સભામાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હોવાની જાણકારીને પગલે કાલોલ પાલિકાના પેન્શનરો પોતાની રજૂઆત કરવા માટે પાલિકા ભવનમાં પહોંચી ગયા હતા. જ્યાં તમામ પેન્શનરોએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને લેખિત સહ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.