થરાદ: ભોરોલ ગામે લેબલા તળાવમાં પાણી ન નાખવા ખેડૂતોની રજૂઆત
થરાદ તાલુકાના ભોરોલ ગામે ખેડૂતો દ્વારા પ્રાન્ત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે કે ગામની દક્ષિણ બાજુ આવેલ લેબલા તળાવ પહેલેથી જ છલોછલ ભરાયેલ હોવાથી તેમાં વધુ પાણી ન નાખવામાં આવે. ખેડૂતોના જણાવ્ું હતું કે આજુબાજુના ગામોનું પાણી ભોરોલ તરફ છોડવામાં આવે છે. પરંતુ ભોરોલ ગામમાં આગળ પાણી નિકાલનો માર્ગ ન હોવાથી નીયાણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. ઉત્તર તરફ ચારણવાસ તથા જુના ગામતળ ઊંચા હોવાથી માદેળા તળાવની આજુબાજુ પાણી જમા થઈ ગયું છે.