રવિવારના રોજ કડી શહેરનાં હાઇવે ત્રણ રસ્તા પાસે આવેલ સી.એન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હોલ ખાતે કડી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI ) કડીનો 56 મો સપથવિધિ કાર્યક્રમ યોજાઈ ગયો.કડીના પ્રતિષ્ઠિત ડોક્ટર અલ્પેશભાઈ પ્રજાપતિએ પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.જ્યારે યોગેશ પ્રજાપતિએ સેક્રેટરી તરીકે શપથ લીધા હતા.JCI એ કડીની એક સામાજિક સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ,તહેવારોમાં ગરીબોને ફ્રુટ પેકેટ વિતરણ,સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વગરે કાર્યો કરેછે.