આજરોજ 15 ડિસેમ્બર અને વહેલી સવારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કડી તાલુકાના કરણનગર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ના વાય જંકશન થી સૌરાષ્ટ્ર શાખા તરફ કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો છે.હાલમાં આ મૃતદેહ કાંટાળા ઝારા સાથે અટકી ગયેલ છે જેથી ત્યાંથી પસાર થતાં રાહદારીઓને આ મૃતદેહ નજરે પડ્યો હતો.મૃતદેહ જોતા આશરે 25 થી 30 વર્ષની ઉંમરના પુરુષ નો હોય તેવું દેખાઈ રહ્યું છે. મૃતકના શરીર પર વાદળી અને કેસરી કલરની ટી શર્ટ પહેરેલી છે.