Surat Crime: નોકરી શોધમાં સુરત આવ્યો હતો ટ્રક ચાલકે ઉડાવતા મોત
ઇચ્છાપોર વિસ્તારમાં હિટ એન્ડ રનની ગત રોજ બનેલી ઘટનામાં યુવકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ટ્રક ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. ઘટનામાં પ્રકાશ સાલ્વી નામના યુવકનું મોત થયું છે. મૃતક પ્રકાશ સાલ્વી મૂળ રાજસ્થાનનો વતની છે. મૃતક નોકરી શોધમાં સુરત આવ્યો હતો. સુરતના હજીરા વિસ્તારમાં નોકરીની શોધમાં ગયો હતો. ગત રોજ નોકરીની શોધ બાદ પરત ઘરે ફરી રહ્યો હતો. જે વેળાએ પુરઝડપે દોડી આવેલા ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. જ્યાં ઘટના બાદ સ્થળ પરથી ચાલક ટ્રક લઈ ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે ઇચ્છાપોર પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે નવી સિવિલ ખસેડી. ઇચ્છાપોર પોલીસે હિટ એન્ડ રનની ઘટનાનો કેસ નોધી તપાસ આદરી. ટ્રક ચાલકની પોલીસ દ્વારા શોધખોળ
#Surat #SuratRain #UkaiDam #TapiRiver #Causeway #Rander #VedRoad #FloodAlert #TrafficUpdate #GujaratiNews #BreakingNews #GujaratRain #HotlineNews #WeatherUpdate #SuratTraffic
Surat Crime: નોકરી શોધમાં સુરત આવ્યો હતો ટ્રક ચાલકે ઉડાવતા મોત
ઇચ્છાપોર વિસ્તારમાં હિટ એન્ડ રનની ગત રોજ બનેલી ઘટનામાં યુવકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ટ્રક ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. ઘટનામાં પ્રકાશ સાલ્વી નામના યુવકનું મોત થયું છે. મૃતક પ્રકાશ સાલ્વી મૂળ રાજસ્થાનનો વતની છે. મૃતક નોકરી શોધમાં સુરત આવ્યો હતો. સુરતના હજીરા વિસ્તારમાં નોકરીની શોધમાં ગયો હતો. ગત રોજ નોકરીની શોધ બાદ પરત ઘરે ફરી રહ્યો હતો. જે વેળાએ પુરઝડપે દોડી આવેલા ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. જ્યાં ઘટના બાદ સ્થળ પરથી ચાલક ટ્રક લઈ ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે ઇચ્છાપોર પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે નવી સિવિલ ખસેડી. ઇચ્છાપોર પોલીસે હિટ એન્ડ રનની ઘટનાનો કેસ નોધી તપાસ આદરી. ટ્રક ચાલકની પોલીસ દ્વારા શોધખોળ
#Surat #SuratRain #UkaiDam #TapiRiver #Causeway #Rander #VedRoad #FloodAlert #TrafficUpdate #GujaratiNews #BreakingNews #GujaratRain #HotlineNews #WeatherUpdate #SuratTraffic - Udhna News