કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન પાસે રહેણાંક મકાનમાં પોલીસનો દરોડો: વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
કાલોલ પોલીસ ડેરોલ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડેરોલ સ્ટેશન માર્કેટીંગ યાર્ડ સામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે, ડેરોલ સ્ટેશન માર્કેટીંગ યાર્ડ પાસે રહેતો અશ્