કાલોલ: કાલોલના જાહેર માર્ગ પર અડચણ ઉભી કરનાર લસ્સી સેન્ટરના સંચાલક સામે પોલીસની કાર્યવાહી
કાલોલ ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ઉભી કરનારા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત વિસ્તારમાં જાહેર રોડ પર દબાણ કરી રાહદારીઓ અને વાહનચાલકો માટે મુશ્કેલી સર્જનાર એક વેપારી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. કાલોલ પોલીસ સ્ટેશન ટીમ જ્યારે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે કાલોલ બસ સ્ટેન્ડની સામે શ્રી ક્રિષ્ણા લસ્સી' નામની દુકાન ધરાવતા સંચાલકે જાહેર માર્ગ પર દબાણ કર્યું હોવાનું