વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી SMC ની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દમણથી સુરત તરફ દારૂ લઈ જતી એક ઇનોવા કારને કુંડી બ્રિજ પાસે આંતરીને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે દમણથી એક ટોયોટા ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, વલસાડ જિલ્લાના કુંડી બ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર ૪૮ પર વોચ ગોઠવવામાં આવી હતી. મુંબઈ તરફથી આવતી શંકાસ્પદ ઈનોવા કાર (નંબર GJ-05-CJ-8783) ને અટકાવીને તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૩૦૨૫ નાની-મોટી બોટલો અને ટીન વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂ. ૯,૨૬,૦૫૧/- અને વાહન સાથે મળી કુલ રૂ. ૧૯,૩૬,૦૫૧/- નો મુદામાલ જપ્ત કર્યો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે કાર ચલાવનાર આરોપીનું નામ ઈલેશ ઉર્ફે ઈલિયો મ�
Valsad, Valsad | Jul 11, 2026