વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળ અંતે સમેટાઈ ગઈ છે. પાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ તથા સફાઈ કામદારોના યુનિયન લીડર જીતુભાઈ બારીયા વચ્ચે યોજાયેલી સંયુક્ત ચર્ચા બાદ સહમતિ સધાતાં આજરોજ બપોરે ત્રણ કલાકે સફાઈ કામદારો એ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.