મહેસાણા નગરપાલિકા દ્વારા ચાલુ મહિનાનો પગાર દિવાળીના તહેવારોના પગલે તમામ કાયમી કર્મચારીઓ, કરાર આધારિત, રોજમદાર તેમજ પેન્શનરોને આગામી સોમવાર સુધીમાં એડવાન્સ ચૂકવી દેવામાં આવશે. જે પૈકી કાયમી કર્મચારીઓ અને પેન્શનરોને શુક્રવારે પણ ચૂકવણું કરાયું હતું. 911 કર્મચારીઓને કુલ રૂ.1.55 કરોડ પગારમાં ચૂકવાશે. આ ઉપરાંત, 178 કાયમી કર્મચારીઓમાં રૂ. 12.30 લાખ બોનસ ચૂકવાશે. કુલ પગાર અને બોનસ મળીને રૂ. 1.67 નું ચુકવણું કરશે.