રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પર એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લોકો દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ દૃશ્યોનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધાર્મિક મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા, અને કાર્યક્રમની વચ્ચે ધારાસભ્ય પર લોકો દ્વારા નોટો ઉડાવવામાં આવી હતી. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.