ભુજ: 'ફોર્સ 3'ના શૂટિંગ માટે જોન અબ્રાહમ કચ્છમાં: રણના સંગાથે એક્શનનો ધમધમાટ
Bhuj, Kutch | Apr 8, 2026 'ફોર્સ 3'ના શૂટિંગ માટે જોન અબ્રાહમ કચ્છમાં: રણના સંગાથે એક્શનનો ધમધમાટ બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ પોતાની આગામી ફિલ્મ 'ફોર્સ 3' ના શૂટિંગ માટે હાલ કચ્છના મહેમાન બન્યા છે. ધોરડો પાસેના સફેદ રણમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે મહત્વના દ્રશ્યો ફિલ્માવવામાં આવી રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ મેળવ્યા બાદ, હવે કચ્છનું રણ બોલિવૂડ નિર્માતાઓ માટે ફેવરિટ ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે.