થરાદ: થરાદમાં રીક્ષા ચાલક બન્યો બેફામ લોકોમા અફરાતફરી
થરાદ ચાર રસ્તા પરથી માંડી અજુબા હોસ્પિટલ સુધી એક બેફામ રીક્ષા ચાલકના કારણે ચાર રસ્તા થી માંડી અને જે જે હોસ્પિટલ સુધી લોકો મા અફડાંતફડી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ રીક્ષા ચાલક નશાની હાલત મા માર્ગ ઉપર અચાનક ઝડપ વધારી દીધી. પરિણામે માર્ગ પરથી પસાર થતા બે થી ત્રણ બાઈકચાલકોને અડફેટે લેતા ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા