અમદાવાદ શહેર: શહેરમાં ખોરાકના નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગે એકમ સીલ કર્યા
આજે મંગળવારે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેમાં ફૂડ સ્ટોલ,ડેરી સામે તપાસ યથાવત રાખવામાં આવી હતી.જ્યારે નવરંગપુરામાં ડે એન્ડ નાઈટ રેટરો કેફે સીલ કરવામાં આવ્યુ છે.નકલી પનીર-ગંદકી મુદે 12 એકમ સીલ. અગાઉ 933 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા.જેમાં 101 પનીર અને 74 દહીં-છાશના સેમ્પલ તપાસવામાં આવ્યા હતા અને સેમ્પલ ફેલ થતા કાર્યવાહી કરવામાં આવી છે.નવરંગપુરા,આબાવડી સહિત સ્ટોલ સામે કાર્યવાહી કરાઈ છે.