સાયબર ઠગોએ છેતરપિંડીનો નવો કીમિયો અપનાવ્યો છે. પાન કાર્ડ અપડેટ કરવાના બહાને એક મહિલાને બેંકનો નકલી લેટર અને એપીકે (APK) ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઈલ ડાઉનલોડ કરતા જ મહિલાનો ફોન હેક થઈ ગયો હતો અને ખાતામાંથી 7.46 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.