ગોધરા: ગોધરામાં પત્ની પર શંકા રાખી પતિ દ્વારા બિભત્સ ગાળો આપી ઢોર માર માર્યાની ફરિયાદ, આરોપી પતિ સામે ગુનો નોંધાયો
ગોધરા શહેરના જૂના જકાતનાકા પાછળ આવેલી અમન સોસાયટીમાં પત્ની અન્ય વ્યક્તિ સાથે વાતો કરે છે તેવી ખોટી શંકા રાખી પતિ દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. ૩૭ વર્ષીય મહેજબીન અંસારીએ તેમના પતિ શબ્બીર યાકુબ હયાત વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ગત ૨૯ જૂનના રોજ પતિ શબ્બીરે શંકા-વહેમ રાખી બિભત્સ ગાળો આપી હતી. પત્નીએ વિરોધ કરતાં ઉશ્કેરાયેલા પતિએ મોઢાના ભાગે મુક્કો મારી તેમજ શરીરે ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. આ