જાફરાબાદ: જાફરાબાદમાં જુગાર રમતા બે ઝડપાયા, 24,720 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
જાફરાબાદના મોચીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને અમરેલી એલસીબીએ રૂ. 24,720 સાથે પકડ્યા છે, જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.