વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દુમાડ ગામના બસ સ્ટેન્ડ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહનના ચાલકે મોપેડ ચાલક 40 વર્ષીય યુવકને જોરદાર અડફેટ મારતા યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને થોડીવાર માટે રસ્તા પર અફરાતફરીનું માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ તાત્કાલિક સ્થળે પહોં