ગોધરા: તલાવડી ગામે કલેક્ટર અજય દહિયાની આકસ્મિક તપાસ: રેકોર્ડ અધ્યતન કરવા અને દબાણો હટાવવા આદેશ
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ વહીવટી પારદર્શકતા લાવવાના હેતુથી હાલોલ તાલુકાના તલાવડી ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી કચેરીના સામાન્ય દફતર, હિસ્સા રજીસ્ટર અને ગામ નમૂના નંબર-૧૭ સહિતના મહેસૂલી રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી તેને સત્વરે અધ્યતન કરવાના કડક આદેશ આપ્યા હતા.આ ઉપરાંત, કલેક્ટરે ગામની સરકારી પડતર અને ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોની સ્થળ તપાસ કરી દબાણકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કલેક્